દાદરી ફળિયા ખેરગામ ખાતે આગજની બનાવ અસરગ્રસ્ત રાઠોડ પરિવારનાં વહારે ડૉ. નિરવ પટેલની ટીમ.

  



તારીખ :૦૪-૧૧-૨૦૨૨નાં દિને ખેરગામનાં દાદરી ફળિયામાં રહેતા મીનાબેન મંગુભાઇ રાઠોડના ઘરે  આગ લાગતા તમામ રાચરાચીલું અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. મજૂરી કામ કરી જીવતા મીનાબેનની જિંદગીમાં હોળી સળગી ઉઠી. એમના પતિ મંગુભાઇ ઘણા સમયથી લકવાગ્રસ્ત હાલતમાં જીવી રહ્યા છે અને એમનો દીકરો પણ થોડા સમય પહેલા મૃત્યુ પામેલ અને વિધવા દિકરી પણ મજૂરીકામ કરી પોતાના નાના બાળકો સાથે જિંદગી પસાર કરી રહ્યા છે.વ્યાપક નુકસાન થતાં પરિવાર તકલીફમાં આવી ગયેલ. જેમાં ડૉ. નિરવ પટેલ ટીમ સાથે પહોંચી આશરે મહિનો ચાલે એટલું અનાજ કરિયાણું પહોંચાડી પરિવારને શક્ય એટલું મદદરૂપ થવાની કોશિશ કરી હતી. જોહારસહ જય ભારત.આ પ્રસંગે ડો. દિવ્યાંગી પટેલ,સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખ મિન્ટેશ પટેલ, પ્રવક્તા કીર્તિ પટેલ,દલપત પટેલ, મંત્રી ઉમેશ પટેલ, કાર્તિક,ડો. નીરવ ગાયનેક, ભાવિન, મયુર, ભાવેશ,રાહુલ,વિકાસ,જીગર,હાઈકોર્ટનાં વકીલ મહેશભાઈ વસાવા સહિત ટીમના સભ્યો હાજર રહ્યા હતાં.

જોહાર સહ જય ભારત. 




Post a Comment

0 Comments