વેણ ફળિયા ખેરગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રીમિયર લીગ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું.

  


શ્રી ગુલાબભાઈ એ.પટેલ વેણ ફળિયા


        આશિષ એ.પટેલ Dgvcl સર્કલ સેક્રેટરી


         શ્રી રાજેશભાઈ સી.પટેલ (રેલ્વે ડિપાર્ટમેન્ટ વલસાડ) ફાઇનલ કપ અને રોકડ ઇનામ વિતરણ


તારીખ ૧૧-૦૬-૨૦૨૨નાં દિને વેણફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેણ ફળિયાના યુવા ખેલાડીઓ દ્વારા VPL cricket season -1 નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 6 ટીમોને ભાગ લીધો હતો. જેમાં ટીમ -1 મોઢીમા ઈલેવન- વિનોદ પટેલ (2) જોહાર ઈલેવન -મિતુલ પટેલ (3) ક્રિશિવ ઈલેવન- જિજ્ઞેશ પટેલ (4) કોબ્રા ઈલેવન - જયદિપ પટેલ (5) બ્રધર્સ ઈલેવન- પ્રતિક પટેલ (6) વાડી બ્રધર્સ ઈલેવન -ધર્મેશભાઈ પટેલ સામેલ છે. ક્રિકેટનાં મેદાન પર શ્રી ગુલાબભાઈ પટેલ (ઈંટનાં ભઠ્ઠીનાં માલિક વેણ ફળિયા) દ્વારા શ્રીફળ વધેરી સવારે 9:30 કલાકથી રમત શરુઆત કરવામાં આવી હતી.                      બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં હતી. મેચ નિહાળવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો ભેગા થયા હતા. દરેક ટીમ 6 ઑવરની રમત રમ્યાં હતાં. જેમાં ફાઈનલ મેચ વાડી બ્રધર્સ ઇલેવન અને બ્રધર્સ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રતિક પટેલની બ્રધર્સ ઇલેવન ટીમ ફાઇનલ મેચ જીતી હતી.જેમને શિલ્ડ અને રોકડ રકમ આપવામાં આવી હતી.જ્યારે  રનર્સ અપ ટીમ (વાડી બ્રધર્સ ટીમ)નાં માલિક શ્રી ધર્મેશભાઈ પટેલને મળેલ ભેટની રોકડ રકમ પરત આયોજકોને દાન સ્વરૂપે પરત આપી હતી.
 આ vpl season -1 નાં આયોજકો જીજ્ઞેશ પટેલ (શિક્ષક) રણજીત પટેલ, જીજ્ઞેશ પટેલ, આશિષ પટેલ, ગુલાબભાઈ પટેલ, જયસુખભાઇ પટેલ, જીતુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમવાની,પાણીની તેમજ બેસવા પાથરણા તેમજ ખુરશીની સરસ સુવિધા પૂરું પાડી હતી.
આ ક્રિકેટ ગ્રાઉન્ડ ટ્રેકટર દ્વારા તૈયાર કરવા માટે શ્રી ગુલાબભાઈ એ.પટેલની મહત્વની ભૂમિકા રહી છે.






સિક્સર મારવા બદલ પ્રતિક પટેલને નવીન પટેલ (ટપાલી) તરફથી રોકડા ૫૦૦/- રૂપિયા ઈનામ 



ઉપર ફાઇનલ વિજેતા ટીમ પ્રતિક પટેલ (બ્રધર્સ ટીમ)


    રનર્સ અપ ટીમ ધર્મેશભાઈ પટેલ (વાડી બ્રધર્સ ઇલેવન ટીમ)





શ્રી ધર્મેશભાઈ એસ. પટેલ (ખેરગામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી શ્રીમતી ઝરણાંબેનનાં જીવનસાથી) વાડી બ્રધર્સ ઇલેવન ટીમ અને ખેલાડીઓ

Post a Comment

0 Comments