નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.

    

તારીખ: ૨૩-૧૨-૨૦૨૨નાં દિને નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો.જેમાં બાળકોએ નિતનવી વાનગીઓ બનાવી પોતપોતાના સ્ટોલ પર વાનગીઓ ગોઠવી પોતાની મનગમતી વાનગીઓનું વેચાણ કર્યું હતું. શાળાના બાળકો તેમજ ગામમાંથી પધારેલ વાલીઓ દ્વારા પોતાની પસંદગીની વાનગીઓની ટેસ્ટની મઝા માણી હતી. વાનગીઓનું વેચાણ કરતા દરેક બાળકોએ સ્વચ્છતાનું ધ્યાન રાખ્યું હતું. આ કાર્યક્રમમાં સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, બી.આર.સી.શ્રી વિજયભાઈ પટેલ, સી.આર.સી. શ્રી મહેશભાઈ કુંડેરા, ગામનાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા.


Post a Comment

0 Comments