નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.

   


તારીખ 27-12-2022નાં દિને નવી ભૈરવી  પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાને હસ્તે આનંદમેળો ખુલ્લો મુકાયો. 

જેમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ અવનવી વાનગીઓ બનાવી આનંદ મેળામાં રજૂ કરી હતી. બાળકો સ્વચ્છતાનું ધ્યાન રાખતા જોવા મળ્યા હતા. બાળકોને પોતાની વાનગીઓનું વેચાણ કરવાનો આનંદ તેમનાં મોં પર જોવા મળ્યો. નાનાં નાનાં બાળકોને વેચાણ કરતા જોવાનો આનંદ વાલીઓ પણ લેતાં હતાં. ગામમાંથી મોટી સંખ્યામાં લોકોએ આનંદ મેળાની મુલાકાત લીધી હતી. શ્રી પૂર્વેશભાઇ ખાંડાવાલાએ અને સરપંચશ્રીએ પણ ચા તથા વાનગીઓનો ટેસ્ટ લીધો હતો.


આ આનંદમેળામાં ખેરગામ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલા, ગામનાં સરપંચશ્રી શ્રીમતી સુનિતાબેન પટેલ, સરપંચશ્રીનાં પતિમહોદય શ્રી રાજેશભાઈ પટેલ, smcનાં અધ્યક્ષ શ્રી નવીનભાઈ પટેલ, smcનાં સભ્યશ્રીઓ શ્રી ઉમેશભાઈ, શ્રીમતી નીલાબેન, શ્રીમતી સુનિતાબેન, શ્રી જયંતીભાઈ, શ્રી કરશનભાઈ, મધ્યાહન સંચાલક શ્રીમતી પુષ્પાબેન, આંગણવાડી કાર્યકર શ્રીમતી તારાબેન,  તેમજ ગામનાં આગેવાનો શ્રી વજીરભાઈ, શ્રી નટુભાઈ, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી નલીનભાઇ, શ્રી પ્રતિકભાઈ, શ્રીમતી હર્ષાબેન, શાળાના શિક્ષકો શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રીમતી ભારતીબેન પટેલ, શ્રીમતી વિશેષાબેન પટેલ, શ્રીમતી પ્રિયંકાબેન પટેલ શ્રીમતી દર્શનાબેન પટેલ, નાંધઈ પ્રા.શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ પટેલ શામળા ફળિયા સી.આર.સી. શ્રી મહેશભાઈ કુંડેરા અને બાળકો હાજર રહ્યા હતાં.























શામળા ફળિયા સી.આર.સી. શ્રી મહેશભાઈ કુંડેરા


Post a Comment

0 Comments