બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે શાળાનો 58મો સ્થાપના દિન ઉજવાયો.

   




બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે શાળાનો 58મો સ્થાપના દિન ઉજવાયો.જેમાં ગામલોકોના સાથ અને સહકારથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો આ કાર્યક્રમ દિવસ દરમ્યાન યોજાતો હોય છે. પરંતુ ગામનાં અગ્રણીઓના આગ્રહને માન આપી રાત્રિ દરમ્યાન કરવામાં આવ્યો. આ 58માં સ્થાપના દિન કાર્યક્રમમાં શાળામાં ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ શિક્ષક મિત્રો અને આ શાળામાં અભ્યાસ કરી જે તે વ્યવસાયમાં સ્થાયી થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો, વાલીઓ, શાળાના બાળકો,  શાળાના શિક્ષકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.














ગ્રામજનોના સહકારથી તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ 






Post a Comment

0 Comments