રૂઝવણી પટેલ ફળીયા પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસતાક પર્વની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.

 

રૂઝવણી પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસતાક પર્વની રંગારંગ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.

ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની પટેલ ફળીયા પ્રાથમિક શાળામાં 74 માં પ્રજાસતાક પર્વની રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી.જેમાં નાના નાના બાળકો દ્વારા વિવિધ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી. ધ્વજવંદન શાળાની સૌથી વધુ ભણેલી વિધાર્થીની અનામિકા પટેલને હાથે કરાવવામાં આવ્યું.અને સાંસ્કૃતિક કાર્યક્રમનાં પ્રમુખ તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ અને અતિથિ વિશેષમા તાલુકા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી ફતેસિંહભાઈ, શ્રી નાનુભાઈ, શ્રી ઠાકોરભાઈ, શ્રી ગોકુળભાઈ, શ્રી જીતેન્દ્રભાઈ, શ્રીમતી અમિતાબેન, શ્રીમતી વંદનાબેન, શ્રી દલપતભાઈ, શ્રી કીર્તિભાઇ, શ્રી મીંતેશભાઈ સહિતનાં આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ પટેલ અને એમના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

















Post a Comment

0 Comments