વડપાડા પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો.

   


તારીખ :૦૮-૦૨-૨૦૨૩નાં દિને વડપાડા પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો હતો.  યોજાયેલ આનંદ મેળામાં  બાળકોએ ચણા ભેલ, રસગુલ્લા, શ્રીખંડ પૂરી, ઉંબાડિયું, સમોસા, ઉપમા, દાબેલી, ભેળ, વડાપાઉં, પાણીપુરી, ભજીયા, છાશ,  ખમણ, મમરા, મેથી મુઢીયા જેવી વાનગીઓ બનાવી વેચાણ માટે મૂકી હતી. જેમાં ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડીના કર્મચારીઓ, smcનાં અધ્યક્ષશ્રી તથા સભ્યો, વાલીઓ,બાળકો અને શિક્ષકોએ વાનગીની મન મૂકીને મજા માણી હતી. આ કાર્યક્રમને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.


Post a Comment

0 Comments